સંસ્થા દ્વારા નારાયણા ગુરુ વિદ્યાલય ઈસરોની સામે સેટેલાઈટ અમદાવાદ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ 08/08/2023 ના રોજ સવારે 10.00 કલાકે યોજવામાં આવ્યો.આ શાળાના કમ્પાઉન્ડમાં 100 થી વિવિધ પુષ્પોના રોપા લગાવવામાં આવ્યા છે.આ શાળાના વિદ્યાર્થીઓએ “Save Tree” ના સાથે પર્યાવરણનો સંદેશ આપ્યો છે.સંસ્થાના વૃક્ષારોપણના કાર્યક્રમમાં શ્રી નારાયણા કલ્ચરલ મિશનના પ્રેસિડેન્ટ શ્રી કેઆરએસ ધારણ,જનરલ સેક્રેટરી શ્રી કેએન મુરલીધરન,પ્રિન્સિપાલ શ્રી નારાયણા ગુરુ વિદ્યાલય ડો.મધાબી પ્રશાંત ભટ્ટાડ,શ્રી નારાયણા સેન્ટ્રલ સ્કૂલ ડો.સુનિતા સિંઘ, શ્રીનારાયણા કોલેજ ઓફ કોમર્સ ડો.જીગ્નેશ કોંગલ,સેકસન હેડ,ફીજીકલ ટ્રેનિંગ ટીચર્સ,સ્ટુડન્ટ કાઉન્સીલ મેમ્બર તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું.આ તમામ રોપાને ઉછેરવાની જવાબદારી વિધાર્થીઓ દ્વારા સ્વયંભૂ રીતે લેવામાં આવેલ છે.સંસ્થાના ચેરમેનશ્રી ચંદ્રવદન ધ્રુવ,અલ્પાબેન ગોરડિયા, અજિતભાઈદરજી,પરંજય ગોરડિયા,જીગ્નેશ રાવલ હાજર રહ્યા હતા.




Average Rating
More Stories
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષારોપણ
પ્રજ્ઞાચક્ષુ બાળાઓના હાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
પક્ષીઓ માટે ઘર સમાન વૃક્ષ ઉગાવ્યા