Paryavaran Sadhna

The Evironment Website

પ્રજ્ઞાચક્ષુ બાળાઓના હાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

પર્યાવરણ સાધના-એનજીઓ,અમદાવાદ દ્વારા અંધ કન્યા પ્રકાશ ગૃહ,મેમનગર,અમદાવાદ ખાતે અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ બાળાઓના હસ્તે કૈલાસપતિ,અપરાજીતા,મોરપંખ,સપ્તપરણી,સફેદ ચંપો,મોગરો,ગુલાબ,તિલક તુલસી, રાતરાણી, પારિજાત,ફૂદીનો,અજમો,ગલગોટા,ડોડીના રોપા લગાવવાનો કાર્યક્રમ તારીખ 25/07/2023 ના રોજ સાંજે 5.00 કલાકે યોજાઈ ગયો.આ કાર્યક્રમમાં પ્રકાશ ગૃહના ટ્રસ્ટી શ્રી રાજનભાઈ હરિવલ્લભદાસ,ઓનરરી સેક્રેટરી શીલાબેન હરિવલ્લભદાસ,એડમિનિસ્ટ્રેટર સ્મિતા શાહ તથા પર્યાવરણ સાધના એંન.જી.ઓ.ના ચેરમેન ચંદ્રવદન ધ્રુવ,હર્ષદ ત્રિવેદી-એડવોકટ,હસમુખભાઇ રાજપુત,પારસ શાહ,જીગ્નેશભાઈ રાવલ, હેમાલી ગાંધી,અલ્પા ગોરડિયા,રૂજાતા, રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અહી બહેનો દ્વારા રક્ષાબંધન માટે ખાસ રાખડી બનાવવામાં આવે છે જે ખુબજ સુંદર અને વ્યાજબી કિમતથી આપવામાં આવે છે તેની જાણકારી મેળવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.આ અંધ કન્યા પ્રકાશ ગૃહના ટ્રસ્ટી શ્રી રાજનભાઈ હરિવલ્લભદાસ તથા શીલાબેન હરિવલ્લભદાસનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને વૃક્ષોની વિશેષ સારી જાણકારી હોવાના કારણે સંસ્થાની અંદેરની તરફ ચારેબાજુ ખુબજ ઉપયોગી વૃક્ષો,સુગંધીદાર ફૂલ તથા ઔષધિઓ ઉગાડવામાં આવી છે જેનાથી સંસ્થાની શોભા પણ વધી છે અને શુદ્ધ હવા પણ મળી રહે છે.


પ્રજ્ઞાચક્ષુ બાળાઓના હાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ