Paryavaran Sadhna

The Environmental Website

શિવભક્તોને મહાશિવરાત્રીની શુભકામનાઓ  

શિવભક્તોને મહાશિવરાત્રીની શુભકામનાઓ  
0 0
Read Time:1 Minute, 31 Second

મહાશિવરાત્રીના પવિત્ર તહેવારના દિવસે ભગવાન ભોલેનાથની રાત્રી પુજા,અર્ચના કરવાની અને બીલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ છે.આજે દરેક શિવ ભક્તો, શિવ મંદિરમાં બીલીપત્ર ચઢાવશે, ઉપવાસ કરશે તથા આખી રાત શિવ ભક્તિ કરી ભોલેનાથના આશીર્વાદ મેળવવા પ્રયત્ન કરશે.તમામ શિવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.હાલમાં પાનખર ઋતુ ચાલી રહી છે તેથી મોટાભાગના બીલીના ઝાડ પર સળી ગયેલા,કાણાવાળા અને તૂટેલા પાન હશે.આજની તારીખે આવા જ બિલીપત્ર મંદિરની બહાર વેચાઈ રહ્યા છે.આપણા વિધવાન શાસ્ત્રીઓના મત મુજબ ભગવાન શિવજીને ખંડિત બીલીપત્ર ચડાવવા જોઈએ નહીં તેનાંથી દોષ લાગે છે..જે ભક્તો શિવની કૃપા મેળવવા તેમની આરાધના કરે છે તેમણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.આ દિવસે બિલીપત્ર ઉપરાંત ધતૂરો,ડમરો,કમળ,ગુલાબ તથા પારિજાતના ફૂલ પણ શિવપૂજામાં મહત્વ ધરાવે છે.ખંડિત બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી દોષ લાગી શકે છે.,આથી પૂજામાં બીજા ફૂલ વાપરવા જોઈએ તેવી આમરી લાગણી છે.ૐ નમઃ: શિવાય 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શિવભક્તોને મહાશિવરાત્રીની શુભકામનાઓ