Paryavaran Sadhna

The Environmental Website

પર્યાવરણ સાધના એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ

પર્યાવરણ સાધના એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ
0 0
પર્યાવરણ સાધના એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ
Read Time:2 Minute, 27 Second

અમદાવાદમાં નવા વૃક્ષો ઉગાડવાથી સૌને શુધ્ધ હવા મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને “પર્યાવરણ સાધના”એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ 04/08/2021 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલની બાજુમાં નારણપુરા ગામ,અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતો.“વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના આ કાર્યક્રમમાં જુદા જુદા 30 રોપા વાવવામાં આવ્યા હતા.અમદાવાદની પર્યાવરણ સાધના સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી વાલ્મિકભાઈ પટેલ-સેક્રેટરી સિંધવાઈ માતાનું મંદિર નારણપુરા, મંદિરના મહારાજ,શ્રી રાજુભાઇ પટેલ-પર્યાવરણ પ્રેમી,શ્રી નરોત્તમભાઈ ઠક્કર-આશાપુરા જ્વેલર્સ ચાણક્યપૂરી,શ્રી વસંતભાઇ બ્રહ્મભટ્ટ- સામાજિક કાર્યકર્તા,શ્રી મનુભાઈ ચૌધરી-સામાજિક અગ્રણી ચૌધરી સમાજ,શ્રી પ્રશાંત શાહ-પર્યાવરણ પ્રેમી,શ્રી ચેતન પટેલ-ફોટોગ્રાફર,શ્રી પૃથ્વીરાજસિંહ અને તેમના પત્ની શ્રીમતી વેન્દ્રાગનીબા-પર્યાવરણ પ્રેમી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું..સંસ્થા દ્વારા આ પહેલા નિકોલ અમદાવાદ ખાતે 2 જુદા જુદા કાર્યક્રમો યોજીને 80 થી વધુની સંખ્યામાં વૃક્ષારોપણ કરેલ છે અને તેની માવજત પણ કરવામાં આવી રહી છે.હાલમાં વરસાદની ઋતુ ચાલી રહી છે અને વૃક્ષારોપણ માટે સૌથી સારો સમય છે ત્યારે સમગ્ર ગુજરાતનાં પર્યાવરણ પ્રેમીઓ,એન.જી.ઓ.તથા સામાજીક કાર્યકર્તાઓ દ્વારા વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય તેવા સંદેશો આ કાર્યક્રમના માધ્યમથી સંસ્થાના ચેરમેન શ્રી ચંદ્રવદન ધ્રુવ દ્વારા આપવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પર્યાવરણ સાધના એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ