Paryavaran Sadhna

The Environmental Website

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
0 0
વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
Read Time:2 Minute, 57 Second

અમદાવાદમાં નવા વૃક્ષો ઉગાડવાથી સૌને શુધ્ધ હવા મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને “પર્યાવરણ સાધના”એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ 01/08/2021 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ, શિક્ષાપત્રી પ્લેટિનમની બાજુમાં, નિકોલ,અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતો.“વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના આ કાર્યક્રમમાં જુદા જુદા 50 રોપા વાવવામાં આવ્યા હતા તથા તુલસીના છોડ નાગરિકોને વિતરણ કરવામાં આવ્યા હતા.અમદાવાદની પર્યાવરણ સાધના સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમને સફળ બનાવવામાં સૌથી મોટું યોગદાન શ્રી પ્રકાશભાઈ પટેલ/શ્રી જૈમિનભાઇ પટૅલ,પ્રવીણભાઈ પટેલ,લાલભાઇ પટેલ,ગિરીશભાઈ પટેલ,-ચેરમેન-શિક્ષાપત્રી પ્લેટિનમ,શ્રી અશોકભાઇ કાકડિયા-ચેરમેન મલબાર રોયલ,શ્રી અનિલભાઈ ધોરજીયા,જીતુભાઈ રાજપરા-ચેરમેન વિવનતા સ્ટેટસ,શ્રીમતી જીગનાશા પંચાલ-ચેરમેન પ્રેરણા બંગલો તથા પર્યાવરણ પ્રેમી શ્રી ભરતભાઇ દેસાઇનું રહ્યું હતું.આ ઉપરાંત કાર્યક્રમમાં શ્રી ગંગા મૈયા ગૌશાળાના સંચાલક શ્રી અશ્વિનભાઈ કાનકડ,શ્રી મુકેશ પડસાળા-સાયકલિસ્ટ,શ્રી છગનભાઇ પટેલ-નિકોલ જનસેવા સમિતિ સહ કાન્વીનર,શ્રી મહેશ પટેલ અડવોકેટ,મનસુખભાઇ પટેલ,ડોક્ટર રસિકભાઇ મારૂ,પ્રેરણા બંગલોના મહિલા મંડળની બહેનો-માતાઓ,શ્રી જીગ્નેશ ભાયાણી,શ્રી ગોરધનભાઈ પટેલ,શ્રી હસમુખભાઇ કસવાલા,શ્રી ભવાનીસિંહ શેખાવત,શ્રી કે.ટી.સિંહ ઉપરાંત આજુબાજુની સોસાયટીના સભ્યો સહિત સૌએ સાથે મળીને વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મુકેશભાઇ સાયકલિસ્ટ દ્વારા સ્વાગત પ્રવચન આપીને ઉપસ્થિત તમામ મંચસ્ત મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા થતી પર્યાવરણની જાગૃતિ વિષેની માહિતી તથા પર્યાવરણના મહત્વ વિષે પ્રાસંગિક પ્રવચન ચેરમેન શ્રી ચંદ્રવદન ધ્રુવ દ્વારા આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આભાર વિધિ શ્રી હર્ષિલ આહીર-સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ