Paryavaran Sadhna

The Evironment Website

પર્યાવરણ માટે અત્યંત ફાયદાકારક છે:આસોપાલવ

આસોપાલવ મોટા પ્રમાણમાં ઓક્સિજન પેદા કરે છે અને તેને વાતાવરણમાં છોડે છે જે આપણને અત્યંત ઉપયોગી સાબિત થાય છે.આસોપાલવ દૂષિત વાયુઓને શુદ્ધ કરીને પર્યાવરણીય સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.દરેક હિન્દુ તહેવારમાં  તથા શુભ અવસર પર આસોપાલવ પાનના તોરણ બાંધ્યે છીએ. આસોપાલવનું વૃક્ષ જીવનભર એટલું ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે કે તે કોઈ પણ કારખાનામાં બની શકતું નથી. નિષ્ણાતોના મતે સલ્ફર અને નાઇટ્રોજન વાયુઓ ઝાડમાંથી શુદ્ધ થાય છે અને આ વૃક્ષ વાતાવરણમાં પણ ખૂબ ઓક્સિજન મુક્ત કરે છે.વિકાસના નામે તથા અંગત સ્વાર્થ ખાતર જે રીતે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે તેના કારણે જ આપણે ઓક્સિજનની ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. આપણા બધાએ વધુમાં વધુ વૃક્ષો રોપવા જોઈએ જેથી આપણું વાતાવરણ સલામત રહે.જો આપણે નવા વૃક્ષ ભલે ના વાવી શકયે પરંતુ જે વૃક્ષો છે તેને બચાવવા આગળ આવીશું તો પણ તે “પર્યાવરણ બચાવો”ની દિશામાં એક મહત્વનુ કદમ સાબિત થશે.  


પર્યાવરણ માટે અત્યંત ફાયદાકારક છે:આસોપાલવ